New Delhi, તા.18
ભારતમાં આર્થિક વિકાસની ગતિનું સીધુ પ્રતિબિંબ દેશના ઓટો ઉદ્યોગ દ્વારા પાડવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓટો ઉદ્યોગના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું કે દેશમાં દર વર્ષે 2.5 કરોડ કાર વેચાય છે જે અનેક દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ કાર ભારતમાં વેચાય છે.
તેઓએ જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા અને પ્રોડક્શન લીંક ઇન્સેટીવ યોજનાને કારણે દેશમાં ઔદ્યોગીક ઉત્પાદનને વેગ મળી રહ્યો છે અને દર વર્ષે 2.5 કરોડ નવી કાર વેંચાય છે જેની સંખ્યા પણ સતત વધતી રહે છે.
ભારત મોબીલીટી ગ્લોબલ એક્સપો-2025ને સંબોધન કરતાં મોદીએ ઓટોમેટીવ ઉદ્યોગને દેશના મધ્યમ વર્ગના વિશાળ વર્ગને ધ્યાનમાં રાખીને કારનું ઉત્પાદન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે શહેરીકરણ વધી રહયું છે અને રોડ સહિતના ઇન્સ્ફાસ્ટ્રક્ચરની હાલત પણ સુધરી રહી છે.
સરકારે એક દસકામાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે અને તેઓ નવો મધ્યમ વર્ગ બન્યા છે અને તે વધુ સારા વાહનોની ખરીદી કરશે.