Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર
    • Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    • Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી
    • Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત
    • Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ
    • Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ
    • Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Patan ના હારીજમાં મંદિરેથી દર્શન કરી પરત ફરતા યુવતીનું મોત નિપજયું
    ગુજરાત

    Patan ના હારીજમાં મંદિરેથી દર્શન કરી પરત ફરતા યુવતીનું મોત નિપજયું

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Patan તા.૮

    પાટણના હારીજ તાલુકામાં આવેલ ખોડિયાર માતાજી મંદિરમાં એક પરિવાર પ્રતિજ્ઞા પૂર્ણ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે એક કરૂણ ઘટના સર્જાઈ છે. પાટણના હનુમાનપુરા ગામની ૧૬ વર્ષીય ઉષાબેન બળવંતજી ઠાકોરનું અવસાન થતા પરિવારમાં શોક છવાયો છે. હારીજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

    મળતી વિગતો અનુસાર, વિનુજી બાલાજી ઠાકોર તેમના પરિવાર સાથે ભત્રીજી ભારતીબેનની ઈચ્છા પૂર્ણ કરવા ટ્રેક્ટરમાં ખોડિયાર માતાજીના દર્શન કરવા ગયા હતા. મંદિરેથી બપોરે ૩ વાગ્યે પરત ફરતી વખતે વેજવાડા ગામ પાસે મકાઈ ભરેલી એક પિકઅપ ડાલાએ બાજુ કાપવાનો પ્રયાસ કર્યો અને ટ્રોલીમાં ઉભેલી ઉષાબેનને પૂળાની ટક્કર લાગી હતી. આ ટક્કરને કારણે તે ટ્રેક્ટરમાંથી પટકાઈ ગઈ અને પડી ગઈ હતી. પડી જવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

    પરંતુ માથામાં, શરીર પર ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ઉષાબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સમયે, વિનુજીના ભાઈ નિતેશજી, જે પાછળથી બાઇક પર આવી રહ્યા હતા, તેમણે પિકઅપ ડાલાનો પીછો કર્યો હતો અને હરિજાણા રોડા ગામ પાસે તેને રોક્યો હતો, પરંતુ પીકઅપ ડાલા ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

    અગાઉ પાટણ જીલ્લામાં રાધનપુર નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. માહિતી મુજબ પીપળી ગામ પાસે ત્રણ ટ્રેવરો અથડાતાં ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ ગયા હતા. આ ઘટના સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ ત્રણ ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડ્યા હતા.

    આ ઘટનાની જાણ રાધનપુર પોલીસને કરવામાં આવી હતી. હાઈવે ઓથોરિટીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં તેને નજીકની હોસ્ટિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

    Patan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    ગુજરાત

    Anandમાં નશાની હાલતમાં PI ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026

    Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.