Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર
    • Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી
    • Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી
    • Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત
    • Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ
    • Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ
    • Junagadhમાં આધેડને માથાના ભાગે ઈજા થતા મોત
    • FIFA World Cup Final માં પહોંચતા જ ટ્રોલ્સ પર ભડક્યો મેસી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad માં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નોCMના હસ્તે પ્રારંભ
    અમદાવાદ

    Ahmedabad માં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નોCMના હસ્તે પ્રારંભ

    Vikram RavalBy Vikram RavalFebruary 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૮

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા સ્વસ્થ જીવનનો રાહ દેશ અને દુનિયાને બતાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

    મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અમદાવાદ જિલ્લાના ૩ અને જામનગર જિલ્લાના ૧ ગોડાઉન કોમ્પલેક્ષનું ઈ – લોકાર્પણ પણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને હંમેશા સ્વાસ્થ્ય માટે જાગૃત થવા પ્રેરણા આપે છે. તેમના વિઝનરી નેતૃત્વમાં જનતાની સુખાકારીને હંમેશા પ્રાધાન્ય અપાયું છે અને તેમના જનકલ્યાણલક્ષી અભિગમને સાર્થક કરતો આ કાર્યક્રમ છે.

    રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ કાર્યક્રમના સમયસર અને સુચારું આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ ‘વિરાસત ભી, વિકાસ ભી’ના મંત્ર સાથે દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કર્યું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, આદિકાળથી આપણી ખાનપાન શૈલીનો હિસ્સો રહેલા બરછટ ધાન્યો આપણો વારસો છે.

    વડાપ્રધાનએ ‘ઇન્ટરનેશનલ ઈયર ઑફ મિલેટ’ દ્વારા આ સ્વાસ્થ્યપ્રદ ધાન્યના ફાયદાઓ સમગ્ર દુનિયા સમક્ષ સફળતાપૂર્વક ઉજાગર કર્યા છે તેનું તેમણે ગૌરવ કર્યું હતું. અન્નની લોકપ્રિયતા વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, થોડા દાયકા પહેલાં ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ પરિવારોના ખોરાકમાં વપરાતું બરછટ અનાજ હવે અમીર લોકોની થાળીની શાન બન્યું છે અને હવે તો લગ્નપ્રસંગોએ પણ ખાસ મિલેટ કાઉન્ટર જોવા મળે છે.

    આજે મિલેટ આધારિત પ્રોસેસ્ડ અને પેકેજ્ડ ફૂડ આઇટમ્સ સ્ટોર્સ અને માર્કેટ સુધી પહોંચી છે તથા મિલેટ્‌સની સંપૂર્ણ સપ્લાય ચેઈન વિકસી છે. દેશમાં આ ક્ષેત્રે ૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ પણ કાર્યરત થયા છે તેની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રીએ આપી હતી. એટલું જ નહિ મોટી સંખ્યામાં એફ.પી.ઓ. પણ આ ક્ષેત્રે આગળ આવ્યા છે તથા સ્વ-સહાય જૂથની મહિલાઓ પણ હવે મિલટ્‌સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે તેમ તેમણે ઉમેર્યું હતું.

    મુખ્યમંત્રીએ પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તથા મહત્વ સમજાવીને ઉપસ્થિત સૌને રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા પણ અનુરોધ કર્યો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, મિલેટ્‌સની ખેતી ખેડૂત, જમીન અને ખોરાક લેનાર વ્યક્તિ એમ તમામ માટે ફાયદાકારક છે. બાળકથી લઈને વૃદ્ધ, દરેક વયની વ્યક્તિ માટે મિલેટ અતિ આરોગ્યપ્રદ છે.

    તેમણે કહ્યું કે, ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવાના વડાપ્રધાનશ્રીના પ્રસ્તાવનું સમર્થન વિશ્વના ૭૨ દેશોએ કર્યું હતું. તેમની દીઘર્દ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચ્યા છે.

    મંત્રીએ વધુમાં કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર મિલેટની ખેતીને પ્રોત્સાહન આપી રહી છે. પર્યાવરણ સુધરે તેમજ ખેડૂતને પણ આર્થિક ફાયદો થાય તે માટે પ્રાકૃતિક ખેતી અને મિલેટ પાકોની ખેતી જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.

    'Millet Festival and Natural Farmer Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026
    મુખ્ય સમાચાર

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧,૦૫૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026
    ગુજરાત

    Anandમાં નશાની હાલતમાં PI ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    સુરત

    Surat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026

    Junagadh કોયલી ફાટક નજીક બુલેટ સ્લીપ થતા યુવકનું મોત

    July 16, 2026

    Junagadh: માંગરોળમાં પરણિતાને સાસરીયામાં ત્રાસ આપ્યાની પોલીસમાં રાવ

    July 16, 2026

    Junagadh: વિસાવદર માંથી અજાણ્યા શખ્સ દ્વારા સગીરાનું અપહરણ

    July 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhidham સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં નુતાંશુ અને પ્રથાની નજર ટાઇટલ પર

    July 16, 2026

    Amreli: જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી

    July 16, 2026

    Kotdasanganiમાં અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા સંપન્ન: શાંતિપૂર્ણ આયોજનમાં પોલીસ અને હોમગાર્ડની સુંદર કામગીરી

    July 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.