Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»નિરાશામાં આશા રાખવાની કથા Dhoniએ હકીકત બનાવી?
    ખેલ જગત

    નિરાશામાં આશા રાખવાની કથા Dhoniએ હકીકત બનાવી?

    snsnews2024@gmail.comBy snsnews2024@gmail.comFebruary 15, 2025No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    2016માં Mahendrasinh Dhoniની Indian Cricket Team Australiaમાં પાંચ વન ડે મેચોની સીરિઝ રમવા ગઈ એ વખતે કોઈએ આશા નહોતી રાખેલી કે Mahendra Singh dhoniની આ ટીમ ઝાઝું કંઈ ઉકાળશે. Australiaમાં આપણી ટીમનો રેકોર્ડ સાવ કાઢી નાંખ્યા જેવો હતો તેના કારણે લોકોને બહુ આશા નહોતી. તેમાં પણ પહેલી ચાર વન ડે મેચોમાં ઓસ્ટ્રેલિયનોએ આપણને જે રીતે ધિબેડ્યા તેના કારણે તો રહીસહી આશા પણ જતી રહી હતી ને આ ટીમ આબરૂ બચાવવા ખાતર એકાદ મેચ જીતે તો પણ ઘણું એવું બધા માનવા લાગેલા. Indiaને હારતું જોતાં જ જેમનાં લોહી ઉકળી ઉઠે છે તેવા Cricket ચાહકો તો Mahendra Singh dhoniની ટીમને મણ મણની ચોપડાવવા પણ માંડેલા.
    સદનસીબે છેલ્લી વન ડે મેચમાં આપણે જંગી સ્કોર ચેઝ કરીને જીત મેળવી ત્યારે ક્રિકેટ ચાહકોને થોડીક રાહત થયેલી. સાવ આબરૂનો કચરો થતો બચી ગયો ને સમ ખાવા માટે પણ એક જીત મેળવી લીધી ખરી એવું લોકોને આશ્ર્‌વાસન મળી ગયેલું. વન ડે સિરીઝની સમાપ્તિ પછી તરત જ ટી ૨૦ શ્રેણી શરૂ થવાની હતી ને આપણી ટીમે One Day seriesમાં જે રીતે ધોળકું ધોલેળું તેના કારણે T20માં પણ આ ટીમ ઝાઝું ઉકાળશે તેવી આશો લોકોને નહોતી એ કબૂલવું પડે.
    આ એક અઠવાડિયા પહેલાંની વાત છે ને એક અઠવાડિયામાં આખું પિક્ચર જ બદલાઈ ગયું. માત્ર એક અઠવાડિયામાં જ જે લોકો Indian Cricket Teamને મણ મણની ચોપડાવતા હતા એ જ લોકો ત્યારે Mahendra Singhની ટીમ પર ઓળઘોળ હતા અને તેનાં ઓવારણાં લેતાં થાકતા ન હતા. તેનું કારણ શું છે તે કહેવાની જરૂર નથી ને Cricket ચાહકો Mahendra Singhની ટીમ પર ઓળઘોળ થઈ જાય એ માટે કારણ પણ છે. Mahendra Singhની Indian Cricket Team ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં પણ Australiaને કારમી હાર આપી અને એ રીતે ત્રણ મેચોની શ્રેણી ૩-૦થી જીતી લીધી છે.
    Indiaની આ Team ઐતિહાસિક છે ને Dhoniની ટીમે આ સાથે ઈતિહાસ રચી દીધો હતો કેમ કે Australiaએ ક્રિકેટ રમવાની શરૂઆત કરી એ પછી પહેલી વાર એવું બન્યું છે કે તેનો તેની જ ધરતી પર કોઈ વિદેશી ટીમે White Wash કર્યો હોય. T20 મેચો તો હમણાં રમાવા માંડી પણ આ પહેલાં Test કે One Day International મેચોમાં પણ કોઈ ટીમ Australiaનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર White Wash કર્યો હોય એવું બન્યું નહોતું. Cricketના ઈતિહાસમાં એક એકથી ચડિયાતી ટીમો આવી ગઈ અને જેમના નામની ચર્ચા આજેય કરાય છે એવા ધૂરંધર કેપ્ટનો પણ આવી ગયા. West Indiesના ક્લાઈવ લોઈડની ટીમે One Day Cricketમાં ને Test Cricketમાં પણ એક દાયકા લગી એકચક્રી શાસન કરેલું પણ લોઈડની ટીમ Australiaનો ઓસ્ટ્રેલિયાની ધરતી પર White Wash નહોતી કરી શકી. એ રીતે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી કોઈ પણ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનો તેની ધરતી પર વ્હાઈટ વોશ નહોતો થયો. Dhoniની ટીમે એ પરાક્રમ કરીને ઈતિહાસ રચી દીધો છે. Mahendra Singhની ટીમે એ રીતે એક અઠવાડિયામાં જ પાસુ જ પલટી નાંખ્યું ને ક્રિકેટ ચાહકો ઝૂમી ઉઠે તેવો દેખાવ કરીને જલસો કરાવી દીધો.
    Indian ટીમે છેલ્લી One Day Matchમાં જીત સાથે Australia સામે સળંગ ચોથી જીત મેળવી ને આ ચારેય જીત યાદગાર બની રહી પણ પાઘડીનો વળ છેડે આવે તેમ છેલ્લી T29 Matchની છેલ્લી ઓવર જબરદસ્ત રહી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી ટી ટ્‌વેન્ટી મેચ આખી જ રીયલ થ્રીલર બની હતી પણ ભારે ચડાવ ઉતારવાળી આ મેચમાં છેલલી ઓવરમાં તો કાચાપોચાનાં હૃદય જ બેસી જાય એવી હાલત હતી.
    ભારતને છેલ્લી ઓવરમાં જીતવા માટે ૧૭ રનની જરૂર હતી ને ઓસ્ટ્રેલિયા સામે એક ઓવરમાં ૧૭ રન કરવા કેટલા કપરા છે એ કહેવાની જરૂર નથી. દુકાળમાં અધિક માસની જેમ યુવરાજસિંહ સ્ટ્રાઈક પર હતો તેના કારણે લોકોને ભારત એક ઓવરમાં ૧૭ રન કરી શકશે કે કેમ તેમાં શંકા હતી. યુવરાજસિંહે એ પહેલાં ૯ બોલમાં ગણીને ૫ રન કરેલા તેના કારણે લોકોને એવું જ લાગતું હતું કે આ માથે પડેલો મૂરતિયો આપણને હરાવશે ને ઈતિહાસ રચવાની હાથમાં આવેલી તક જતી રહેશે.
    સદનસીબે યુવરાજ માટે દસેરાના દાડે જ ઘોડું દોડે એવો ઘાટ થયો ને ખરા તાકડે જ યુવરાજસિંહનું બેટ બરાબર ચાલ્યું. યુવરાજસિંહે મેચના પહેલા બોલે બાઉન્ડરી ઠોકી દીધી અને ચમકારો બતાવીને સંકેત આપી દીધો કે, અભી તો મેં જવાન હૂં. બીજા બોલે તો ભાથીડો બરાબરનો ખિલ્યો અને પોતાના ટ્રેડમાર્ક જેવો શોટ ઠોકીને સિક્સર ફટકારીને મેચને ભારતની તરફેણમાં લાવી દીધી. યુવરાજે પહેલા બે બોલે આ ઠોકાઠોક ના કરી હોત તો ભારત મેચ હારી જ ગયું હોત તે જોતાં યુવરાજને ઘણી ખમ્મા. યુવરાજ રમ્યો એ ત્રીજો બોલ ખાલી ગયો હતો પણ સુરેશ રૈના દોડી જતાં બાયનો એક રન આવ્યો હતો અને રૈના સ્ટ્રાઈક પર આવ્યો હતો.
    ભારતને ત્રણ બોલમાં છ રન કરવાની જરૂર હતી. રૈનાએ એ પછી ચોથા બોલે બે રન લીધા હતા. પાંચમા બોલે તેણે ફાઈન લેગ તરફ બોલને ફટકાર્યો હતો ને એ બોલ બાઉન્ડરી બહાર જતો રહેશે એવું લાગતું હતું અને રૈનાએ દોડતાં દોડતાં સેલિબ્રેશન પણ શરૂ કરી દીધું હતું પણ બોયસેએ બાઉન્ડરી પર શાનદાર ફિલ્ડિંગ કરીને બે રન રોકતાં મેચ છેલ્લા બોલ પર ગઈ હતી.
    છેલ્લા બોલે ભારતને જીતવા માટે બે રનની જરૂર હતી ત્યારે વોટસને તમામ ફિલ્ડરોને ૩૦ વારની બાઉન્ડરીની અંદર બોલાવીને રૈના પર દબાણ પેદા કરવા પ્રયાસ કર્યો હતો પણ રૈનાએ છેલ્લા બોલે બાઉન્ડરી ફટકારી ભારતને યાદગાર જીત અપાવી દીધી. એ સાથે જ આખા દેશમાં વગર દિવાળીએ દિવાળી થઈ ગઈ. ઓસ્ટ્રેલિયાની ધરતી પર એક અભૂતપૂર્વ જીત સાથે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસની સમાપ્તિ થઈ.
    ભારતે આ ઈતિહાસ રચ્યો તેમાં ઘણા બધાનું યોગદાન છે અને એક રીતે આ ટીમ સ્પિરિટની જીત છે. વન ડે મેચોમાં રોહિત શર્મા ને વિરાટ કોહલી બરાબર ચાલેલા પણ બોલરોએ ઈજ્જતનો કચરો કરેલો તેમાં આપણે ધોળકું ધોલેળું. આ વખતે બોલરો પણ બરાબર ચાલ્યા ને ખરા તાકડે ચાલ્યા તેમાં આપણો વટ પડી ગયો. આપણા માટે બોલિંગમાં સારી વાત એ રહી કે આ વખતે ધોનીએ હિંમત કરીને જસપ્રીત બૂમરાહ ને હાર્દિક પંડ્યા જેવા નવા નિશાળિયાઓ પર વધારે ભરોસો મૂક્યો ને એ ભરોસો કામ કરી ગયો. સામે ખાસ ટી ટ્‌વેન્ટી માટે જ ટીમમાં લેવાયેલા આશિષ નહેરાએ પણ કમાલ કરી. વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની વગેરે તો સારી બેટિંગ કરતા જ હતા તેથી તેમના યોગદાનને પણ કબૂલવું જ પડે. એ લોકોએ જ તડાફડી બેટિંગમાં કરી તેના કારણે જ પહેલી બે મેચોમાં આપણા બોલરો સ્કોર ડીફેન્ડ કરી શક્યા ને છેલ્લી મેચમાં તો તેમણે સ્કોર ચેઝ કરીને ચમત્કાર જ કરી દીધો.

    australia CRICKET Dhoni Indian Cricket Team Mahendra Singh Dhoni T20
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    snsnews2024@gmail.com
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.