Morbi,તા.06
તીથવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે સ્થળ પરથી રૂ ૨૫૧૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તીથવા ગામે કોળીવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા જીવણ દેવજીભાઈ મેસરિયા, ગોવિંદ સંધાભાઇ મેસરિયા અને મગન કરશનભાઈ સાથલીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૧૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે