Morbi,તા,15
મોરબી જીલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળે છે હોળી-ધૂળેટી પર્વે મોરબી જીલ્લામાં ચાર સ્થળે રેડ કરી પોલીસે દેશી અને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે મુદામાલ કબજે લીધો છે
પ્રથમ રેડમાં મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લીલાપર ગામેં મચ્છુ ૨ ડેમની બાજુમાં વોકળામાં નદીના કાંઠે રેડ કરી હતી જ્યાં બાવળની કાંટમાં રાખેલ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૭૦૦ લીટર કીમત રૂ ૧૭,૫૦૦ અને દેશી દારૂ ૪૫૦ લીટર કીમત રૂ ૯૦,૦૦૦ સહીત કુલ રૂ ૧,૦૭,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિશાલ કાનાભાઈ ઉધરેજા રહે લીલાપર ગામ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી કિરણ ઉર્ફે બેબ્લો નાગજી દેગામાં રહે લીલાપર ગામ તા. મોરબી વાળાનું નામ ખુલતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે બીજી રેડમાં માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસેથી સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૮૯૮૭ વાળીને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૧,૫૮,૨૩૨ નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
ત્રીજી રેડમાં ટંકારા પોલીસ ટીમ હોળી-ધૂળેટી પર્વ નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીવાપર ગામની સીમમાં સ્લોગન કારખાના બાજુમાં આવેલ કુવાવાળી વાડીમાં રેડ કરી હતી જ્યાં આરોપી ગીરીશ નરશી સંધાણી (ઉ.વ.૪૫) રહે હરબટીયાળી વાળાએ પોતાની વાડીમાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૩ કીમત રૂ ૩૩,૨૨૧ અને બીયર નંગ ૯૩ કીમત રૂ ૧૧,૪૩૯ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૪૯,૬૬૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ગીરીશ નરશીભાઈ સંઘાણીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ચોથી રેડમાં ટંકારા પોલીસ ટીમ હોળી-ધૂળેટી પર્વ નિમિતે પેટ્રોલિંગમાં હોય દરમિયાન લજાઈ ભરડીયા રોડ પર આવેલ પાંચ દુકાન માં પાર્વતી હોટેલ લખેલ કોમ્પ્લેક્ષની છત પર બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં છત પરથી ઈંગ્લીશ દારૂની ૧૯૨ બોટલ કીમત રૂ ૭૮,૬૬૦ નો દારૂનો જથ્થો મળી આવતા કબજે લીધો હતો આરોપી ચંદ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલા રહે લજાઈ તા. ટંકારા વાળાનું નામ ખુલતા ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે