Morbi,તા.31
સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરી પોલીસે જાહેરમાં તીનપત્તી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૫૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સંજય જયંતી જંજવાડિયા, કિશન લાભુભાઈ પાટડીયા, સંજય ઉર્ફે ચનો સવજીભાઈ કુવરીયા, સુનીલ દેવસીભાઈ સુરેલા અને મહેશ માવજીભાઈ કાત્રોડીયા રહે બધા ત્રાજપર ખારી વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૧૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે