Mumbai,તા.05
આઈપીએલ 2025માં આજે (4 એપ્રિલ) લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ વિરૂદ્ધ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર માત્ર 191 રન જ બનાવી શકી.