Kolkata,તા.08
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નેહરાની સોશ્યલ મીડિયા પર પ્રશંસા કરી છે. આશિષ નેહરા માટે સ્પેશ્યલ પોસ્ટ કરતાં ગાંગુલીએ લખ્યું કે, ‘ગુજરાતે પહેલી સીઝનથી જ IPL માં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.નેહરાની ટીમ સેટઅપ અને દૃષ્ટિકોણ, ક્રિકેટની ભાવનાથી ભરપૂર છે. તેણે ખરેખર હેડ કોચ તરીકે પોતાની ક્ષમતા દર્શાવી છે, તેનામાં જબરદસ્ત ગેમ-સેન્સ છે.’
ગાંગુલીની કેપ્ટન્સીમાં ભારત માટે રમનાર નેહરાએ 2021ના એક ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો કે, તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પાસેથી નેતૃત્વ વિશે ઘણું શીખ્યું છે.
વર્ષ 2022થી નેહરાના કોચિંગ હેઠળ ગુજરાતની ફ્રેન્ચાઇઝી હાલમાં 60 પ્લસની જીતની ટકાવારી ધરાવતી એકમાત્ર ટીમ છે.