Morbi,તા.25
સરતાનપર રોડ પરથી પોલીસે ચોરી કે છળકપટથી મેળવેલ ૫૦ હજારની કિમતના બાઈક સાથે એક રાજસ્થાની શખ્શને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સરતાનપર રોડ રીચ સિરામિક પાસેથી એક ઇસમ બાઈક લઈને નીકળ્યો હતો જે બાઈક નંબર પ્લેટ વિનાનું હોવાથી રોકીને કાગળો અને આધાર પુરાવા માંગતા તેની પાસે નહિ હોવાનું જણાવ્યું હતું જેથી આરોપી કાલા દીવાન ગુજર (ઉ.વ.૨૩) રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો અને આરોપીએ બાઈક ચોરી કે છળકપટથી મેળવ્યાનું જણાતા ૫૦ હજારની કિમતનું બાઈક આરજે ૧૨ SZ ૨૭૨૫ કબજે લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે