Morbi,તા.25
પોલીસે ત્રણ આરોપીના નામજોગ અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી
વાંકાનેર તાલુકાના ધમલપર ગામમાં ૧૫ લાખની લેતીદેતી મામલે ત્રણ ઈસમો અન્ય અજાણ્યા ઈસમો સાથે વાડીના મકાને આવી યુવાન સહિતના ત્રણને માર મારી તેમજ યુવાન અને યુવતીનું અપહરણ કરી લઇ ગયા હતા જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ધમલપર ચોકડી પાસે વાડીમાં રહેતા મનોજભાઈ હીરાભાઈ સરૈયાએ આરોપીઓ ગોપાલ ભૂપત બાંભવા, વિજય ભૂપત બાંભવા રહે બંને રાજકોટ, જગાભાઇ કાટોળીયા રહે ઉંચી માંડલ અને તેની સાથે આવેલ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી મનોજ આરોપી ગોપાલ અને વિજયની બહેન સાથે લગ્ન કરવાનું નક્કી કરી મૈત્રી કરાર કરેલ હતો અને ફરિયાદીએ આરોપીના પિતાને રૂપિયા પંદર લાખ આપવાના હોય જે પૈસાની લેતીદેતી મામલે આરોપીઓ અલગ અલગ વાહનોમાં ફરિયાદીના વાડીના મકાન ખાતે આવી લાકડાના ધોકા અને પાઈપ વડે મનોજભાઈ, કંકુબેન તેમજ પિતા હીરાભાઈને માર મારી ઈજા કરી હતી તેમજ ફરિયાદી મનોજ અને કિંજલબેનનું અપહરણ કરી સાથે લઇ ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે