Morbi,તા.28
લાલપર ગામ નજીક કારમાં ડીઝલ પુરાવવા જતી વેળાએ સર્વિસ રોડ પર ટ્રક ચાલકે કાર સાથે અકસ્માત સર્જ્યો હતો જેમાં કારના ડ્રાઈવર સાઈડ પાછળના દરવાજા અને બમ્પરમાં નુકશાન થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઋષભનગરમાં રહેતા નરેન્દ્રભાઈ મુકેશભાઈ રાજગોરે ટ્રક જીજે ૦૧ એલટી ૯૬૯૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત તા. ૨૬ ના રોજ બપોરના સમયે પોતાની કાર જીજે ૩૬ એફ ૬૦૧૦ લઈને લાલપર ગામે આવેલ ઓમકાર પેટ્રોલ પંપે ડીઝલ ભરાવવા જતા હતા ત્યારે સર્વિસ રોડ પર ટ્રક ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી કાર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો જેમાં કારના ડ્રાઈવર સાઈડ પાછળના દરવાજા અને પાછળના બમ્પરના ભાગે નુકશાની કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે