પાંચ વર્ષિય પુત્રને ઠપકો આપવા મામલે દંપતિ વચ્ચે બોલચાલી થતાં પગલું ભર્યું ,
Rajkot,તા.૧૩
શહેરના જામનગર રોડ, પરસાણાનગર શેરી નંબર નવ માં રહેતા યુવકે પત્ની સાથે ઝઘડો થતા માઠું લાગી આવતા ફિનાઈલ પીધું
બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના જામનગર રોડ પરસાણાનગર શેરી નંબર 9 માં રહેતા સંજયભાઈ મહેશભાઈ ચૌહાણ (ઉં.વ.27) નામના યુવકે ફિનાઈલ પી લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકનો પાંચ વર્ષનો પુત્ર આરવ દીવાલમાં પેન્સિલ વડે લીટા કરતો હોય,જેથી પત્નીએ પુત્રને ઠપકો આપતાં પુત્રને ન ખીજાવા બાબતે વચ્ચે પડેલા પતિ સાથે ચડભડ થઈ હતી.દંપતી વચ્ચે તે મુદ્દે માથાકૂટ થતાં યુવકે પગલું ભર્યું હતું.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.દંપતીને સંતાનમાં એક પુત્ર છે.યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
રાજકોટ: પરિવારના તાલીબાની ફરમાનથી તરુણીએ ફિનાઈલ પીધું
બહાર જવા બાબતે દાદી રોકટોક કરતા પૌત્રીએ કર્યો આપઘાતનો પ્રયાસ
શહેરના મવડી મેઈન રોડ નવલનગર નવ શેરી નંબર એકમાં રહેતી અને ધોરણ ૯ માં અભ્યાસ કરતી તરુણીએ પરિવારે ઘરની બહાર જવા રોક ટોક કરતા દાદીએ ઠપકો આપ્યો જેથી માઠું લાગી આવતા ફિનાઈલ પીધું હતું. તરુણીએ પરિવાર ટોર્ચર કરે છે એમ કહી પગલું ભર્યું છે.
શહેરના મવડી મેઇન રોડ નવલનગર 9 શેરી નંબર 1 માં રહેતી અને ધોરણ 9 માં અભ્યાસ કરતી તરુણીએ ગઈ કાલે રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા તેણીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં તરુણી ધોરણ 10 માં અભ્યાસ કરે છે.પરિવારે જણાવ્યા અનુસાર તેણીને હરવા ફરવામાં ધ્યાન હોય,જેથી તરૂણીના દાદીએ તેણીને ભણવામાં ધ્યાન આપવાનો ઠપકો આપતા લાગી આવતા તેણીએ પગલું ભર્યું છે.પરિવારે જણાવ્યા અનુસાર,તરુણીને પરિવાર ટોર્ચર કરતો હોય,તેવું લાગતું હોવાથી તેણીએ પગલું ભર્યું છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયાનગર પોલીસ મથકને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર તરુણી સરકારી શાળામાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે.