Junagadh,તા.૩
ગુનેગારોને સજા ભોગવવા માટે જેલમાં રાખવામાં આવતા હોય છે. ત્યારે આ ગુનેગારો જેલમાં જ કોઈ રીતે જુગાડ કરીને મોબાઈલ,તમાકુ, માવા સોપારી જેવી સામગ્રી મંગાવતા હોય છે. આવી જ ઘટના જુનાગઢની માંગરોળ સબજેલમાં સામે આવતા વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. આ સબજેલમાં ફરી એકવાર મોબાઈલ મળી આવ્યો હતો. તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતી.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ જેલની બેરેક નં-૨ની અંદર કચરાની ડોલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારે જેલમાંથી મોબાઈલ મળી આવતા જેલ તંત્ર વિવાદમાં સપડાયું છે. તેથી પોલીસે વધું તપાસ હાથ ધરી છે. બનાવને લઈને જેલની અંદર અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ટોયલેટમાંથી સોપારી, માવા અને તંબાકુ સહિતની વસ્તુ પણ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે.