Morbi,તા.04
શહેરના જીઆઈડીસીમાં શેરી નં ૦૨ માંથી પોલીસે કારમાં ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ અને બીયરના ૩૬ નંગ ટીન સાથે એક આરોપીને ઝડપી લઈને ૧.૧૩ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીઆઈડીસી શેરી નં ૦૨ માં કાર જીજે ૦૩ સીઆર ૪૬૧૬ વાળીમાં વેચાણ કરવાના ઈરાદે રાખેલ ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કીમત રૂ ૯૦૦૦ અને બીયર ટીન નંગ ૩૬ કિંત રૂ ૪૫૦૦ મળી આવતા પોલીસે દારૂ-બીયરનો જથ્થો અને કાર કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧,૧૩,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી મનીષ ઉર્ફે પેંગો જયકિશન અનાવડીયા રહે મોરબી માર્કેટિંગ યાર્ડ મૂળ સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધો છે અન્ય એક આરોપી ઉદય કાઠી રહે થાન વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે