Morbi,તા.05
ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ગ્રીન ચોક પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં ખોજાખાના પાછળ જાહેરમાં જુગાર રમતા અશરફ કરીમ રફાઈ, જુમા સુલેમાન રફાઈ અને નિજામ ફકીરમામદ રફાઈ એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૩૦૦ જપ્ત કરી છે