Morbi,તા.05
મોરબી તાલુકાના ખાખરાળા ગામમાં રબારી યુવાનની નિર્મમ હત્યાના બનાવમાં હજુ સુધી આરોપી પકડાયો નથી ત્યારે શ્રી વડવાળા યુવા સંગઠનના નેજા હેઠળ રબારી સમાજ દ્વારા રેલી યોજી આવેદન આપવામાં આવ્યું હતું અને કડક કાર્યવાહીની માંગ કરી હતી
શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આવેદનમાં જણાવ્યું છે કે રબારી સમાજના યુવાન કિશન કરોતરાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી જે હત્યાનો આરોપી સાગર ડાંગર અસામાજિક તત્વ છે જેની ધરપકડ થઇ નથી જેથી તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને વધુ કોઈ આ ષડ્યંત્રમાં સંડોવાયેલ હોય તેવી રબારી સમાજને દ્રઢ શંકા છે જેથી ઉલટ તપાસ કરી યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાવવા રબારી સમાજની માંગ છે આરોપી પાંચ દિવસથી હજુ ફરાર છે અને ગેરકાયદે હથિયાર સાથે ખુલ્લેઆમ ફરતો હોવાથી રબારી સમાજના પરિવારોની સલામતી પણ જોખમમાં હોવાનું જણાવી તાત્કાલિક ધરપકડ કરવા માંગ કરી છે ડીવાયએસપીએ આવેદન સ્વીકારી યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી