Morbi,તા.12
અમેરિકા લગ્નમાં જવા ટીકીટ બૂક કરાવી અને રૂપિયા ઓળવી ગયાની ફરિયાદ
મોરબીના વૃદ્ધ સહિતના બેને અમેરિકા જવાનું હોવાથી અમદાવાદના દંપતી મારફત એર ટીકીટ બૂક કરાવી હતી અને પેકેજ ટુર અને એર ટીકીટ માટે રૂ ૭.૭૧ લાખની રકમ આપ્યા બાદ ટીકીટ કન્ફર્મ નહિ કરી રૂપિયા ઓળવી જઈને અમદાવાદના દંપતીએ છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના રવાપર રોડ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉધરેજા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધે અમદાવાદના રહેવાસી આરોપી મહર્ષિ પ્રવીણભાઈ દવે અને ભાવિકાબેન મહર્ષિભાઇ દવે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ અમેરિકન નાગરિક છે અને ભારત આવ્યા હતા તેને USA રહેતા મિત્રના દીકરાના અમેરિકા ખાતે લગ્ન હોવાથી અમેરિકા જવું હતું જેથી ફરિયાદી રમેશભાઈ અને વસંતભાઈ અંબાલાલ પટેલને અમેરિકા જવા માટે વૈશવી ટુરીઝમ પ્રા. લીના મહર્ષિ દવે અને તેની પત્ની ભાવિકાબેન દવેએ વિશ્વાસમાં લઈને કપટભરી રીતે એર ટીકીટ ઈલેક્ટ્રોનિક માધ્યમથી બનાવી પેકેજ ટુર અને એર ટીકીટ બૂક મળીને કુલ રૂ ૭,૭૧,૨૧૩ થી બુકિંગ કર્યું થું અને બાદમાં ટીકીટ બૂક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહિ કરી અને રૂપિયા ઓળવી જઈને છેતરપીંડી આચરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે