Morbi,તા.12
કબીર ટેકરી મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧૦,૪૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે જયારે વાંકાનેરના કુંભારપરામાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને પોલીસે ઝડપી લીધા છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે કબીર ટેકરી મેઈન રોડ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા પ્રવીણ મોહનભાઈ ગોહિલ, કામરાન સલીમ ચાનિયા, બિલાલ આદમ ચાનિયા અને અશરફ આમદ ઓડિયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૪૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કુંભારપરામાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મુકેશ ભોગીલાલ શાહ, વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી, રૈયાભાઈ મનજીભાઈ ડાભી, અતાહુશેન હાતિમ ત્રિવેદી, સતાર અબ્દુલ ભાડુલા અને કેશુભાઈ પોપટભાઈ માલકીયા એમ છ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૭૩૭૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે