Junagadh,તા.13
રમેશ રાવરાણીને ધોરાજી નાસ્તા ફરતા સ્કવોડે જામજોધપુર ખાતેથી ઝડપી લીધો
ધોરાજી ડિવિઝન પોલીસ ટીમે નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં ઠગાઈ સહિતનો ગુનો આચરી નવ વર્ષથી ભૂગર્ભમાં ઉતરી ગયેલ રમેશ રાવરાણીને નાસ્તા ફરતા સ્કવોડે ઝડપી લીધો છે. જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નવ વર્ષથી નાસતા આરોપી રમેશ રાવારાણી જામજોધપુર ખાતે રહેતો હોય જેથી જામજોધપુર પોલીસ ટીમની મદદ લઇ જામજોધપુર ખાતેથી ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.