Morbi,તા.15
મોરબીની યદુનંદન ગૌશાળાના નામે ઇનામી ડ્રોની જાહેરાત કરી હતી જેથી યુવાને ટીકીટ ખરીદતા બાઈક જીતી ગયાનું કહીને ગઠિયાઓએ યુવાન પાસેથી વીમા અને જીએસટીના પૈસાના નામે ૧૭,૯૪૪ રૂપિયા પડાવી બાઈક નહિ આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
મૂળ વિસાવદર તાલુકાના મોટી મોણપરી હાલ ટીંબડી પાટિયા પાસે રહેતા ઝલકભાઈ પરષોતમભાઈ રાખોલિયાએ મોબાઈલ નંબર ૯૬૭૨૪ ૬૧૯૩૬ નંબર ધારક અને યુપીઆઈ આઈડીના ધારક વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ એપ્રિલના રોજ ફરિયાદીના ફેસબુક આઈડી પર શ્રી યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ઇનામી ડ્રોની જાહેરાત આવી હતી અને મોબાઈલ નંબર આપેલ હતા તેના પર સંપર્ક કરતા ઝલકભાઈએ ઇનામી ડ્રોમાં ટીકીટ લીધી હતી અને આરોપી મોબાઈલ નંબર ધારકે ઇનામી ડ્રોમાં હીરો હોન્ડા બાઈક જીત્યાનું કહીને અલગ અલગ વીમા અને જીએસટીના પૈસા ભરવા પડશે કહ્યું હતું
જેથી કુલ રૂ ૧૭,૯૪૪ લઈને બાદમાં ઇનામ આપ્યું ના હતું જેથી યુવાને શ્રી યદુનંદન ગૌશાળામાં સંપર્ક કરતા આવી કોઈ ઇનામી ડ્રો ચાલતી ના હોવાનું જણાવ્યું હતું જેથી યુવાનને ચીટીંગ થયાનું જણાઈ આવતા ફરિયાદ નોંધાવી હતી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે છેતરપીંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે