Morbi,તા.15
લઈને ૧૩ હજારનો મુદામાલ કબજે લીધો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ચોકડી શુભ કોમ્પ્લેક્ષમાં આવેલ ઓફીસ નં ૩૩૯ માં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં આરોપીની ઓફિસમાંથી દારૂની ૧૦ બોટલ કીમત રૂ ૧૩ હજારનો જથ્થો કબજે લઈને આરોપી રાજેશ દલસુખ અઘારા રહે મહેન્દ્રનગર વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી રાજુભાઈ કોળીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે ઓવરબ્રિજ બાંધકામ સાઈટ પરથી ૧૬ હજારના કેબલ-જોઈન્ટ ક્લોઝરની ચોરી સામાકાંઠે ઓવરબ્રિજ કામગીરી ચાલી રહી છે જ્યાં રાખેલ ૨૦૦ મીટર જેટલા કેબલ અને જોઈન્ટ ક્લોઝરની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
અમદાવાદના અરવિંદસિંગ કરણસિંગ લોધીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અરવિંદસિંગ ૧૧૪ નેટવર્ક સિંગલ કંપનીમાં ફરજ બજાવે છે જેઓ કંપનીના લાગેલ કમ્યુનીકેશન નેટવર્કનું મોનીટરીંગ કરે છે ગત તા. ૧૨ મેના રાત્રીના અગિયાર વાગ્યાથી અધિકારી મેજર મુનેસ કૌશિક સર નોકરી ૧૧૪ નેટવર્ક સિંગલ કંપની અમદાવાદનાઓએ કચ્છ અને સૌરાષ્ટ્ર ખાતે લાગેલ એન.એફ.એસ. નોડ ઓફિસમાં વિડીયો તેમજ ઓડિયો કોલ કરવામાં મુશ્કેલ થતી હતી જેથી અધિકારીએ હુકમ કરતા એલ.એન.ટી કંપનીના કોન્ટ્રાકટરના સુપરવાઈઝર જીજ્ઞેશ કુમાર રમેશભાઈ મંડલી મોરબી આવતા એલ.એન.ટી કંપનીના કર્મચારીએ તપાસ કરતા મહારાણા પ્રતાપ સર્કલ મોરબી ખાતે નવા બંધાતા બ્રીજ નીચે લાગેલ કંપનીના કેબલ આશરે ૨૦૦ મીટર કેબલ વચ્ચેથી કોઈ અજાણ્યો ચોર ઇસમ કાપી ગયો છે જેની કીમત રૂ ૧૪ હજાર ગણી સકાય અને જોઈન્ટ ક્લોઝર કીમત રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૧૬ હજારનો મુદામાલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે સીટી બી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે