Morbi,તા.17
બેલા આમરણ રોડ પરથી જતો ટ્રક કોઈ કારણોસર પલટી મારી જતા ટ્રકમાં બેસેલ યુવાન ચણાની ગુણીઓ નીચે દબાઈ જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અન્ય એક યુવાનને ઈજા પહોંચાડી ટ્રક ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના બેલા (આમરણ) ગામના રહેવાસી વલીમામદ ઉમરભાઈ જામે ટ્રક જીજે ૧૪ ઝેડ ૫૭૭૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૫ ના રોજ આરોપીએ પોતાની ચણા ભરેલી ટ્રક એક જગ્યાથી બીજી જગ્યાએ ભરવા જતા હતા જે ટ્રકમાં ફરિયાદીના ભાઈ કાદર ઉમર જામને ટ્રકની પાછળ અને સમીરભાઈ તેમજ અમિતભાઈને ટ્રકની કેબીનમાં બેસાડી જતા હતા ત્યારે બેલા આમરણ રોડ આમરણ ગામની ગોલાઈ પાસે ટ્રક પલટી મારી ગયો હતો જેમાં ફરિયાદીના ભાઈ કાદર જામ ચણાની ગુણીઓ નીચે દબાઈ જતા શરીરે અને વાસામાં તેમજ હાથે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી તથા સમીરભાઈને ઈજા પહોંચાડી ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે