Morbi,તા.17
મોરબી જીલ્લાના બે અને પાટણ જીલ્લાના એક સહીત ત્રણ પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીની રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સહીત મોરબી જીલ્લાના બે ગુના અને પાટણ જીલ્લાના સમી પોલીસ સ્ટેશનના ગુના સહીત ત્રણ ગુનામાં નાસ્તો ફરતો આરોપી જમારામ ઉર્ફે જ્ગારામ જેઠારામ પ્રજાપતિ રહે રાજસ્થાન વાળો હાલ મોરબીની રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમીને આધારે ટીમે આરોપીને ઝડપી લીધો હતો અને મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે