Morbi,તા.17
પ્રાદેશિક કમિશ્નર કચેરીએ તા. ૨૦ ના રોજ જવાબ સાથે હાજર રહેવા જણાવ્યું
વાંકાનેર નગરપાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ના કરી અને માત્ર 2 મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી જે અંગે વિરોધ પક્ષના નેતાઓએ કરેલી રજૂઆતને પગલે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને તા. ૨૦ ના રોજ જવાબ સાથે હાજર રહેવા જણાવ્યું છે
વાંકાનેર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ, સદસ્ય જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓના રાજકોટ ખાતે રજૂઆત કરી ગુજરાત મ્યુંનીસીપાલીટીઝ એક્ટની કલમ ૨૫૮ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે તા. ૨૪ માર્ચના રોજ એજન્ડા જાહેર કરી નિયમ મુજબ સાત દિવસનો પીરીયડ થતો નથી જેથી તા. ૨૯ માર્ચના સામાન્ય સભા રદ કરવામાં આવી હતી બાદમાં તા. ૦૧ એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરી તા. ૦૮ એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી જે સામાન્ય સભાનું વિડીયો રેકોર્ડીંગ કર્યું નથી અને સામાન્ય સસ્ભા ફક્ત 2 મિનીટમાં પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી ઉપપ્રમુખ દ્વારા એજન્ડા ૧ થી ૧૯ મુદાઓનું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂર્ણ જાહેર કરી હતી
જે રજૂઆતને પગલે પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખને નોટીસ આપવામાં આવી છે જેમાં તા. ૧૦ ના રોજ ૧૨ કલાકે પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/મૌખિક જવાબ જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવ્યું છે અને ગેરહાજર રહેશો તો આપને કોઈ જ રજૂઆત કરવાની નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે