Morbi,તા.19
મોરબી એલસીબી ટીમે ગોંડલ સીટીમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીનું બાઈક રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા કાર્યરત હોય દરમિયાન ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ પરથી શંકાસ્પદ બાઈક સાથે એક ઈસમને ઝડપી લીધો હતો અને કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા બાઈક માલિક ગોંડલ તાલુકાના મોટા ઉમવડાના રહેવાસી જયેશભાઈ સામતભાઈ ગુજરાતી હોવાનું જણાઈ આવ્યું હતું જેથી આરોપી અજય સુરાભાઇ વાઘેલા રહે હાલ કુડલા તા. ચુડા વાળાને ઝડપી લીધો હતો અને ૨૦ હજારની કિમતનું બાઈક કબજે લઈને મુદામાલ બી ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે