હાથ ઉછીના આપેલા પૈસાની પપ્પુ નામના શખ્સ પાસે ઉઘરાણી કરતા હવાલો લઈને બંને શખ્સોં હુમલો કરવા ધસી આવ્યા : પરિણીતાને ધક્કો વાગતા ઇજા
Gondalતા.22
ગોંડલના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર માસીયાઈ ભાઈઓએ પારકી ઉઘરાણીમાં ધોકા વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. પતિણે છોડાવવા વચ્ચે પડેલી પરિણીતાને બંને શખ્સોંએ ધક્કો મારતા પરિણીતાને પણ ઇજા પહોંચી હતી. મામલામાં ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે. ગોંડલના વેકરી ગામે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પ્રહલાદસિંહ ઉર્ફે બાવુભાઈ રેવતુભા ચુડાસમા (ઉ.વ.૪૦)એ ગોંડલ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કાર લઈને વેકરીથી ચરખડી ગામ તરફ જતો હતો. ત્યારે રોડ પર મારો જૂનો ડ્રાઇવર પપ્પુ વજુભાઇ કાછડીયા નીકળેલ અને મારે તેની પાસેથી હાથ ઉછીના આપેલ રૂ.૧૦,૦૦૦ પરત લેવાના હોય જેથી મે તેને રોકી રૂપીયા પરત આપવા માટે કહેતા તેણે કહેલ કે હુ સાંજ સુધીમાં તમારા રૂપીયા પરત આપી દઇશ. બાદ હુ ત્યાથી મારા ઘરે વેકરી જતો રહેલ હતો. મારા ઘરે મકાનનું કડીયા કામ ચાલું હોય જેથી કડીયા કામેરાકેશભાઈ અને હિતેશભાઈ ભેસાણી આવેલ હતા. ત્યારે ઘરે પત્ની, બા અને પુત્ર હાજર હતા. . હું મારા ઘરે ફળીયામાં ઉભો હતો ત્યારે બંનેએ ગાળા ગાળી કરતા મે ગાળો બોલવાની ના પાડતા બંને ધોકાઓ લઈને મારવા માટે દોડેલ હતા. જેથી મારા ઘરે મારા પત્નિ દીક્ષીતાબા અને મારા ઘરે કામ કરતા કડીયાઓ વચ્ચે આવતા રાજભાએ મારી પત્નિને ધક્કો મારી નીચે પાડી દીધેલ હતી. બંન્ને ભાઈઓ મારી સાથે મારકુટ કરવા લાગેલ હતા. રાડારાડી થતા મારા પરીવારના સભ્યો તથા મારા સાઢુભાઇ જયદેવસિંહ ચુડાસમા બધા વચ્ચે આવી મને છોડાવેલ હતો. પાડોશીકં એકત્રિત થઇ જતાં બંને શખ્સોં નાસી ગયા હતા અને જતા જતા કહેતા ગયેલ કે, આજે તો તુ બચી ગયો છો હવે પછી મળીશ તો તને જાનથી મારી નાખીશુ. જે બાદ ટ્રાન્સપોર્ટેના ધંધાર્થીએ બંને માસીયાઈ ભાઈઓ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.