આદિવાસી પરિવાર ખેતરમાં કામ કરતો હતો ત્યારે ટ્રેક્ટર પાસે રમતા બાળક ને કાળ ભેટી ગયો
Gondal તા.22
ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં ટ્રેક્ટર આગળ લેતી વખતે વ્હીલ નીચે આવી ગયેલા આદિવાસી પરિવારના સાત વર્ષના માસુમ બાળકનું કરુણમોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ થી 16 કિલોમીટર દૂર આવેલ ચરખડી ગામની સીમમાં ખેત મજૂરી કરવા ગયેલ મૂળ મધ્યપ્રદેશના ખરગોન ગામના અખિલેશ ભાવસિંગ નાહાલ આદિવાસી અને તેની પત્ની ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે ખેતર ના શેઢે પડેલા ટ્રેક્ટર પાસે બાળકો રમતા હતા જેમાં અખિલેશ નહાલના સાત વર્ષના પુત્ર તેજ રમતો હતો ત્યારે ઉદયભાઇ સવજીભાઈ કંડોરીયા એ ટ્રેક્ટર ચાલુ કરી આગળ લેતા ટ્રેક્ટર પાસે રમતા તેજ અખીલેશ નહાલ પર ટ્રેક્ટર નું પાછળનું વિલ ફરી વળ્યું હતું અને ગંભીર ઈજાના કારણે તેજનું ગોંડલ સરકારી હોસ્પિટલમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું
આ અંગે તે જ ના પિતા અખિલેશ ભાવસિંગ નહાલ આદિવાસી એ ટ્રેક્ટર ચાલક ઉદય સવજી કંડોરીયા વિરુદ્ધ ટ્રેક્ટર ગફલત ભરી રીતે ચલાવી પોતાના સાત વર્ષના પુત્ર તેજનું મોત નીપજાવીયાની ફરિયાદ નોંધાવતા આ અંગે ગોંડલ તાલુકા પોલીસના એએસઆઈ કર્મરાજસિંહ અનિરુદ્ધસિંહ એ તપાસ હાથ ધરી છે