New Delhi,તા.22
સુપ્રીમ કોર્ટે આજે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC)ના હેડક્વાર્ટર પર દરોડા પાડવા બદલ Enforcement Directorateનો ઉધડો લીધો છે. મની લોન્ડરિંગ કેસમાં સેન્ટ્રલ એજન્સી Enforcement Directorate (ED) દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને મનસ્વી ગણાવતાં સુપ્રીમ કોર્ટે ફિટકાર લગાવી હતી અને આ મામલે ચાલુ તમામ કાર્યવાહીને બંધ કરવા આદેશ આપ્યો છે.
CJI ગવઈએ કહ્યું કે, આ ગુનો કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે નોંધી શકાય? તમે (ગુનામાં સંડોવાયેલા) લોકો વિરૂદ્ધ ગુનો નોંધી શકો છો. કોર્પોરેશન વિરૂદ્ધ કેવી રીતે કાર્યવાહી કરી શકાય. Enforcement Directorateએ તમામ હદો વટાવી છે. અમે સુનાવણી પર સ્ટે મૂકીએ છીએ. Enforcement Directorate સંપૂર્ણપણે બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. Enforcement Directorate (ED)ના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને ટૂંક સમયમાં જવાબ રજૂ કરવાનું કહ્યું છે.
TASMACના અધિકારીઓ પર દારૂના વેચાણ સંબંધિત લાંચ અને ભ્રષ્ટાચારમાં રૂ. 1000 કરોડની નાણાકીય ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે. જેના ભાગરૂપે Enforcement Directorate (ED)એ TASMACની ઓફિસમાં 6થી 8 માર્ચ દરમિયાન દરોડા પાડ્યા હતાં. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ મામલે 2014થી 2021 સુધી કુલ 41 ફરિયાદો નોંધાવી હતી. પણ Enforcement Directorate (ED) 2025માં સામે આવી, અને કોર્પોરેશનના હેડક્વાર્ટર પર દરોડા પાડ્યા. તમામના ફોન લઈ લીધા. તમામ ડેટા ક્લોન કરી નાખ્યો. આ મુદ્દો ગુપ્તતાનો બન્યો છે. રાજ્ય સરકારે અને TASMACએ Enforcement Directorate (ED)એ તમામ હદો વટાવી સરકારી અધિકારીઓના બદલે સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનો આરોપ મૂકી તપાસ પર સ્ટે મૂકવા અપીલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી છે. આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટના વેકેશન બાદ થશે.
CJI બી.આર. ગવઈ અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે આ મામલે જણાવ્યું કે, Enforcement Directorate (ED) તમામ મર્યાદાઓ ઓળંગી રહી છે. તે સરકારી સંસ્થા વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી બંધારણના સંઘીય માળખાનું ઉલ્લંઘન કરી રહી છે. સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED)ને નોટિસ પાઠવી આ મામલે ચાલી રહેલી તમામ કાર્યવાહી પર રોક મૂકી છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરૂદ્ધ તમિલનાડુ સરકારની અરજી પર Enforcement Directorate (ED)ને નોટિસ પાઠવી છે. મદ્રાસ હાઈકોર્ટે Enforcement Directorate (ED)ને TASMAC વિરૂદ્ધ નોંધાયેલા રૂ. 1000 કરોડના કૌભાંડની તપાસ હાથ ધરવા મંજૂરી આપી હતી. જેના પર સુપ્રીમે રોક મૂકી છે.