Morbi,તા.26
ટંકારા મામલતદાર કચેરીમાં આજે બપોરના સમયે શોર્ટ સર્કીટથી આગ લાગી હતી મામલતદાર કચેરીમાં સ્વીચ બોર્ડ પાસે શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી જેને પગલે નાયબ મામલતદાર અને કચેરીના સ્ટાફ દ્વારા અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરીને સમયસર આગ પર કાબુ મેળવી લીધો હતો સમયસર આગ પર કાબુ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી આજે સોમવારે મામલતદાર કચેરીમાં સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં અરજદારો હાજર હોય ત્યારે આગ લાગતા થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો જોકે કોઈ અનિચ્છનીય ઘટના બની નથી