Morbi,તા.26
રંગપર ગામની સીમમાંથી ૪૫ વર્ષની મહિલા ચાલીને જતી હતી ત્યારે ટ્રક ટ્રેલર ચાલકે ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજાને પગલે મહિલાનું મોત થયું હતું
મહીસાગર જીલ્લાના રહેવાસી નરવતભાઈ પ્રતાપભાઈ સેલોત (ઉ.વ.૪૬) નામના આધેડે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩ ના રોજ રાત્રીના આઠથી નવ વાગ્યાના અરસામાં ફરિયાદીના પત્ની સુમિત્રાબેન સેલોત (ઉ.વ.૪૫) વાળા રંગપર ગામની સીમમાં નોટો સિરામિક કારખાના સામે ચાલીને જતા હતા ત્યારે ટ્રક ટ્રેલર આરજે ૧૯ જીજે ૧૭૭૨ ના ચાલકે પુરઝડપે ચલાવી સુમિત્રાબેનને હડફેટે લીધા હતા જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મહિલાનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે