Morbi,તા.26
વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૮,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં ૨ માં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રજાક ગુલામ ચાનિયા, સોનલબેન કાન્તિલાલ સોમૈયા, સમાંબેન સફી જીંદાણી, ઇકબાલ ગફાર હડફા, રાજેશ સરજુદાસ નિમ્બાર્ક, મીનાબેન કાનજીભાઈ ખટાણા, શબાનાબેન ઇકબાલ હડફા, જયેશ જેન્તીલાલ બસિયા, કલ્પનાબેન અંબારામ ગોપાણી અને પારૂબેન લલીતભાઈ સોલંકી એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૮,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે