Morbi,તા.27
સીનીયર સીટીઝન કાઉન્સિલ મોરબી અને જીલ્લા પોલીસના સહયોગથી આગામી રવિવારે મોરબી ખાતે સાયબર ક્રાઈમ માર્ગદર્શન સેમીનાર યોજાશે
તા. ૦૧ જુનને રવિવારે સાંજે ૫ કલાકે મહાવીર સોસાયટી મેદાન, શનાળા રોડ મોરબી ખાતે જીલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ માર્ગદર્શન સેમીનાર યોજાશે મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલના સહયોગથી સાયબર ક્રાઈમ માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાયબર ક્રાઈમ વિભાગના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહીને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે