Morbi,તા.27
સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે મહારાણા પ્રતાપ સર્કલ પાસે રેડ કરી હતી જ્યાં આરોપી પ્રકાશ પ્રવીણ પીઠડ અને દક્ષક રમેશભાઈ બાવરવા એમ બે ઇસમોને ચલણી નોટો પર રૂપિયાની હારજીતનો નસીબ આધારિત નોટ નંબરી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૮૪૦ જપ્ત કરી છે