Morbi,તા.27
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર સીટી પોલીસે અરજદારોના ખોવાયેલા ૨.૬૦ લાખની કિમતના ૧૧ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા
વાંકાનેર સીટી પોલીસ ટીમ અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરતા તેના પરિણામ સ્વરૂપ ૧૧ મોબાઈલ શોધી કાઢવામાં ટીમને સફળતા મળી હતી ઓપો, વિવો, વન પ્લસ સહિતની કંપનીના કુલ ૧૧ મોબાઈલ કીમત રૂ ૨,૬૦,૦૦૦ ના શોધી કાઢી અરજદારોને પરત સોપ્યા હતા ત્યારે અરજદારોએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો