Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»ગુજરાતના સફળ રણજી ક્રિકેટર, કેપ્ટન Priyank Panchal ની નિવૃત્તિ
    ખેલ જગત

    ગુજરાતના સફળ રણજી ક્રિકેટર, કેપ્ટન Priyank Panchal ની નિવૃત્તિ

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સોમવારે પ્રિયાંક પંચાલની નિવૃત્તિની જાહેરાત કરતાં તેને સફળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા

    Ahmedabad, તા.૨૭

    પાર્થિવ પટેલ બાદ ગુજરાતના રણજી ટ્રોફી ઇતિહાસના સૌથી સફળ અને અનુભવી ક્રિકેટર તથા ઓપનર પ્રિયાંક પંચાલે સોમવારે તમામ પ્રકારના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ સાથે ગુજરાતના ક્રિકેટના એક સફળ ક્રિકેટરની કારકિર્દીનો અંત આવી ગયો હતો.પ્રિયાંક પંચાલ છેલ્લા ૧૭ વર્ષથી ગુજરાત માટે રમી રહ્યો હતો. આ દરમિયાન તેણે ભારતીય-એ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને દુલીપ ટ્રોફીમાં પણ તે કેપ્ટન રહી ચૂક્યો હતો જે દરમિયાન તેણે પોતાની ટીમને દુલીપ ટ્રોફી ટાઇટલ પણ અપાવ્યું હતું.ગુજરાત ક્રિકેટ એસોસિયેશને સોમવારે પ્રિયાંક પંચાલની નિવૃત્તિની જાહેરાત કરતાં તેને સફળ કારકિર્દી માટે અભિનંદન પાઠવ્યા હતા. યાદીમાં જણાવવામાં આવ્યું હતું  કે પ્રિયાંકે ભારત-એ ટીમના સુકાની તરીકે ફરજ બજાવી હતી અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તેણે ૧૭ વર્ષ સુધી ગુજરાતની ટીમ વતી રણજી ટ્રોફી, વિજય હઝારે (વન-ડે ટ્રોફી) અને સૈયદ મુસ્તાક અલી (ટી૨૦) ટ્રોફીમાં રમ્યો હતો.૨૦૦૮-૦૯ની સિઝનમાં ગુજરાત માટે રણજી કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ પ્રિયાંક પંચાલ ૧૨૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો જેમાં ૯૯ રણજી મેચનો સમાવેશ થતો હતો.

    આ દરમિયાન તેણે ૮૮૫૬ રન અને ૨૯ સદી તથા ૩૪ અડધી સદી ફટકારી હતી. કારકિર્દીમાં તેણે એક ત્રેવડી સદી ફટકારી હતી. ડિસેમ્બર ૨૦૧૬માં તેણે પંજાબ સામે બેલાવી ખાતેની મેચમાં અણનમ ૩૧૪ રન ફટકાર્યા હતા અને એ જ સિઝનમાં તેણે રણજી ટ્રોફીમાં ૧૩૧૦ રન નોંધાવ્યા હતા.૨૦૧૬-૧૭માં પાર્થિવ પટેલની આગેવાનીમાં ગુજરાતે પહેલી વાર રણજી ટાઇટલ જીત્યું તેમાં પ્રિયાંકનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.પ્રિયાંક પંચાલે તેની ૨૯ સદીમાંથી એક ત્રેવડી સદી અને ત્રણ બેવડી સદી ફટકારી હતી. તેણે ઇન્ડિયા-એ માટે રમતાં બે અને ઇન્ડિયા રેડ (દુલીપ ટ્રોફી)માં પણ બે સદી ફટકારી હતી. તેણે લિસ્ટ-એ (વન-ડે) કારકિર્દીમાં ૯૬ મેચમાં આઠ સદી સાથે ૩૬૭૨ રન અને ટી૨૦માં ૫૯ મેચમાં ૧૫૨૨ રન ફટકાર્યા હતા.ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રિયાંકે ૨૯ મેચમાં સુકાનીપદ સંભાળ્યું હતું જેમાંથી દસ મેચમાં તેની ટીમનો વિજય થયો હતો તો પાંચ મેચમાં પરાજય થયો હતો. તેણે ૧૭ મેચમાં ગુજરાતની રણજી ટીમની આગેવાની લીધી હતી. આ ઉપરાંત તે ગુજરાતનો બીજા ક્રમનો સૌથી સફળ બેટ્‌સમેન રહ્યો હતો. ગુજરાત માટે સૌથી વધુ રન ફટકારનારા બેટ્‌સમેનમાં પાર્થિવ પટેલ (૬૯૬૮) બાદ પ્રિયાંક  પંચાલ (૬૮૮૯ રન)નો ક્રમ આવતો હતો.

    captain Priyank Panchal Gujarat's successful Ranji cricketer retires
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Yuzvendra Chahal ના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ બન્યો, કોઈ પણ ખેલાડી આઇપીએલમાં તેને તોડવા માંગશે નહીં

    June 5, 2025
    ખેલ જગત

    Sai Sudarshan ઓરેન્જ કેપ જીતીને ઇતિહાસ રચ્યો, આવી સિદ્ધિ પહેલાં ક્યારેય બની નથી

    June 5, 2025
    ખેલ જગત

    આરસીબીના વિજયની ઉજવણીમાં ભાગદોડ, ક્રિકેટ જગત શોકમાં ડૂબી ગયું

    June 5, 2025
    ખેલ જગત

    Jitesh Sharma વિદર્ભ પ્રો ટી૨૦ લીગમાં એનઇસીઓ માસ્ટર બ્લાસ્ટરનું નેતૃત્વ કરતા જોવા મળશે

    June 5, 2025
    ખેલ જગત

    હું ભાંગી પડયો છું, મારી પાસે શબ્દો નથી: Virat Kohli નું દર્દ

    June 5, 2025
    અન્ય રાજ્યો

    Bangalore Stampede : ફ્રી ટિકીટની અફવા; પોલીસનાં લાઠીચાર્જે પરિસ્થિતિ વણસાવી

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.