Morbi,તા.28
વિસીપરામાં આવેલ મંદિરની દીવાલને ટેકો દઈને બેસેલ ઈસમને ઠપકો આપતા ચાર આરોપીઓએ યુવાનને લાકડાના ધોકા અને ઢીકા પાટું વડે માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના વિસીપરામાં રહેતા મનીષ જગદીશભાઈ ભાટી નામના યુવાને આરોપીઓ કાળુ પશાભાઈ સેટાણીયા, ભૂરો સેટાણીયા, વિજય ઘોઘાભાઈ સેટાણીયા અને વિક્રમ વિજયભાઈ સેટાણીયા એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે માતાજીના મંદિરની દીવાલને ટેકો દઈ બેઠેલ હોય જે બાબતે ફરિયાદીએ આરોપીને ઠપકો આપતા સારું નહિ લાગતા ચારેય આરોપીઓએ ગાળો આપી લાકડના ધોકા અને ઢીકા પાટું વડે માથામાં તેમજ હાથ અને વાસાના ભાગે મારી ઈજા કરી ગાળો આપી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે