Morbi.તા.30
મોરબી શહેર અને જીલ્લામાં જાહેરમાં વરલી ફીચર આંકડા લખી જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
પ્રથમ રેડમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ મેઈન રોડ પરથી આરોપી ઈબ્રાહીમ શફી હોકાવાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૪૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે બીજી રેડમાં બી ડીવીઝન પોલીસે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસેથી આરોપી અનીસ સલીમ પંજવાણીને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૨૫૦ જપ્ત કરી છે ત્રીજી રેડમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પરથી પોલીસે આરોપી રીકેન સંજય દવેને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૮૦ જપ્ત કરી છે ચોથી રેડમાં હળવદ પોલીસે ભવાનીનગર સામે રોડ પરથી આરોપી અરજણ ભીખા જાંબુકીયાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૫૨૦ જપ્ત કરી છે