Morbi,તા.04
મોરબીના શનાળા ગામે આવેલ એપાર્ટમેન્ટના મેઇન્ટેનન્સનો હિસાબ કરવાનું કહેતા ચાર ઇસમોએ આધેડને માર મારી ઈજા પહોંચાડી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના શનાળા ગામે નંદભૂમિ એપાર્ટમેંન્ટના રહેવાસી ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરાએ આરોપીઓ મયંક બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, દક્ષ રમેશભાઈ ચીકાની અને પ્રશાંત ધીરૂભાઈ કાસુન્દ્રા રહે બધા નંદભૂમિ એપાર્ટમેન્ટ વાળા વિરુધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ધર્મેન્દ્રભાઈએ આરોપીઓને એપાર્ટમેન્ટનું મેઇન્ટેનન્સ લઇ પછી હિસાબ કરવાનું કહેતા ગાળો આપી ઢીકા પાટું માર માર્યો હતો અને ધર્મેન્દ્રભાઈને કમરના મણકાના ભાગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે