Morbi,તા.04
એક આરોપીને ૧૯ હજારથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધો, એકનું નામ ખુલ્યું
આજના ઈન્ટરનેટ યુગમાં આંગળીના ટેરવે જ્ઞાન ઉપલબ્ધ છે જોકે જ્ઞાનનો સદુપયોગ કરવો કે પછી દુરુપયોગ તે વ્યક્તિની માનસિકતા પર નિર્ભર કરે છે માળિયાના ચીખલી ગામે એક ઇસમ સોશ્યલ મીડિયામાં વિડીયો જોઇને હથિયાર બનાવવા લાગ્યો હતો જેને હથિયાર બનાવવા તેમજ રીપેરીંગ કરવાનું કામ કરતા પોલીસે ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે
મોરબી એલસીબી ટીમને બામતી મળી હતી કે માળિયા (મી.) તાલુકાના ચીખલી ગામે રહેતો સલીમ માલાણી નામનો ઇસમ તેના મકાનના ફળિયામાં ગેરકાયદે દેશી હાથ બનાવટની બાર બોર સિંગલ બેરલ બંદુક બનાવે છે જે બાતમીને આધારે આરોપીના ઘરે રેડ કરતા પોલીસે દેશી બાર બોર સિંગલ બેરલ બંદુક નંગ ૦૧ કીમત રૂ ૨૦ હજાર, હથિયાર બનાવવાના સાધનો જેમાં ઇલેક્ટ્રિક વેલ્ડીંગ મશીન, અર્થિંગ કેબલ, વેલ્ડીંગ કેબલ, ગ્રાઈન્ડર મશીન નંગ 02, ડ્રીલ મશીન, ઇલેક્ટ્રિક બોર્ડ, બાર બોરના ખાલી કાર્ટીસ નંગ ૬૦, ગન પાવડર ભરેલ શીશી નંગ ૦૨, લોખંડના જીણા છરા નંગ ૧૧૧, વેલ્ડીંગ ચશ્માં સહીત ૧૯,૦૭૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી સલીમ કાદર સુલેમાન માલાણીને ઝડપી લીધો છે અન્ય આરોપી સીદીક ઉર્ફે સીદો ઉમેદઅલી કાજેડીયાનું નામ ખુલ્યું છે માળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
યુ ટ્યુબમાં વિડીયો જોઇને હથિયાર બનાવતો હોવાનો ખુલાસો
સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવે તો કેવો વિનાશ નોતરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ છે આરોપીએ પોલીસને કબુલાત આપી હતી કે મોબાઈલ ફોનમાં યુ ટ્યુબમાં વિડીયો જોઇને હથિયાર બનાવવા અને રીપેરીંગ કરવાનું શીખ્યો હતો એટલું જ નહિ આરોપી સીદીક બે હથિયાર પૈકી એક હથિયાર આરોપી સલીમ પાસે અગાઉ બનાવડાવ્યું હતું અને તે રીપેરીંગ માટે આપ્યું હતું