Morbi,તા.04
મોરબીના જાંબુડિયા ગામે ફેકટરીમાં કામ કરતી મહિલાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા બાદ સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું
મૂળ પોરબંદર જીલ્લાના વતની અને હાલ મોરબીના જાંબુડિયા ગામે ઇટાકા કારખાનામાં રહીને કામ કરતા મહેક્બેન રાજુભાઈ મલેક નામની મહિલા પ્રેગ્નેન્ટ હોવાથી પેટમાં દુખાવો ઉપડતા શહેરની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા અને અધૂરા માસે મહિલાએ નોર્મલ ડીલીવરીથી બાળકને જન્મ આપ્યો હતો બાદમાં સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લઇ જતા નવજાત બાળકનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
માળિયાના નવા દેરાળા ગામે ટીસી પર ચડી ગયેલ બાળકીનું વીજશોકથી મોત
નવા દેરાળા ગામે બાળકી ટીસી પર ચડી જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ માળિયા તાલુકાના નવા દેરાળા ગામે રહેતા રમેશભાઈ માંગતીયાભાઈ ભીલની ૫ વર્ષની દીકરી મીના ગામના પાદરમાં આવેલ ટ્રાન્સફોર્મર ઉપર ચડી જતા બાળકીને વીજશોક લાગતા મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે