London,તા.05
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ વરસાદને કારણે 40-40 ઓવર્સની રમાઈ હતી. જેમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 246 રનનો ટાર્ગેટ ચેઝ કરીને યજમાન ટીમે DLS મેથડથી સાત વિકેટથી જીત નોંધાવી હતી.
સિરીઝની પહેલી મેચ 238 રન અને બીજી મેચ ત્રણ વિકેટે જીતનાર ઇંગ્લેન્ડે ત્રણ વર્ષ બાદ વન-ડે સિરીઝમાં ક્લીન સ્વીપ કરી હતી. જૂન 2022માં આ ટીમે છેલ્લી નેધરલેન્ડ સામે આ ફોર્મેટમાં ક્લીન સ્વીપ કરી હતી.
આ ટીમે સપ્ટેમ્બર 2023માં છેલ્લી વન-ડે સિરીઝ આયરલેન્ડ સામે જીતી હતી. ત્યાર બાદ રમાયેલી ચાર વન-ડે સિરીઝમાં ઇંગ્લેન્ડ હાર્યું હતું. ઇંગ્લેન્ડ માટે 7000 વન-ડે રન કરનાર પહેલો પ્લેયર જો રૂટે આ સિરીઝમાં સૌથી વધુ 267 રન ફટકાર્યા હતા. બન્ને ટીમ વચ્ચે હવે 6થી 10 જૂન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝ રમાશે.