Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    July 9, 2026

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર
    • રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ
    • Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ
    • મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ
    • Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી
    • ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા
    • Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર
    • FIFA World Cup ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરોક્કો આજે આમને-સામને
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર
    મનોરંજન

    પ્રભાસની ફિલ્મ ‘સ્પિરિટ’ના સેટ પર Actor Rajesh Sharma ને ઝેરી કીડાએ કરડતાં હાલત ગંભીર

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.09

    બોલિવૂડ અને બંગાળી ફિલ્મોના જાણીતા સહ-અભિનેતા રાજેશ શર્મા હાલમાં પશ્ચિમ બંગાળની એક હોસ્પિટલમાં જિંદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે. એક ફિલ્મના શૂટિંગ સેટ પર તેમને કોઈ ઝેરી કીડાએ ડંખ માર્યો છે, જેના કારણે તેમની તબિયત સતત બગડતી ગઈ હતી. હાલતમાં સુધારો ન થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને હાલ તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
    બંગાળી અભિનેત્રી સુદીપા ચેટર્જીએ 8 જુલાઈએ એક પ્રેસ નોટ જાહેર કરીને, આ દુર્ઘટનાની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજેશ શર્મા હૈદરાબાદમાં પ્રભાસની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન શૂટિંગ સેટ પર જ એક કીડાએ તેમના પગમાં બચકું ભરી લીધું હતું, જેનું ઝેર ધીમે-ધીમે તેમના આખા શરીરમાં ફેલાઈ ગયું હતું.

    શૂટિંગ દરમિયાન સર્જાઈ દુર્ઘટના

    સુદીપાએ લખ્યું કે, પ્રખ્યાત અભિનેતા રાજેશ શર્માની ફિલ્મ ‘રામોજી ફિલ્મ સિટી’માં શૂટ થઈ રહી હતી, ત્યારે કોઈ ઝેરી કીડા અથવા કરોળિયાએ ડંખ માર્યો હતો. શૂટિંગ પૂરું થયા પછી રાજેશ શર્મા ત્યાં હાજર સ્થાનિક ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે જગ્યાની આસપાસ ખૂબ જ ગીચ ઝાડીઓ આવેલી હતી, જ્યાં આ ઘટના બની હતી. શરૂઆતમાં આ બાબત બહુ ગંભીર ન લાગતા તેમણે તાત્કાલિક ડોક્ટર પાસે જવું જરૂરી માન્યું ન હતું.

    પરંતુ, આશરે 6 કલાક પછી તેમના જમણા પગમાં અસહ્ય દુખાવો શરૂ થયો, અને તબિયત લથડવા લાગી. આમ છતાં તેઓ કોલકાતા જતી ફ્લાઈટમાં સવાર થઈ ગયા હતા. મુસાફરી દરમિયાન જ તેમને જોરદાર તાવ આવી ગયો, અને બેચેની વધવા લાગી. બીજા દિવસે તેમને કોલકાતાની મણિપાલ હોસ્પિટલ (ઢાકુરિયા)માં દાખલ કરવામાં આવ્યા. અત્યારે 1 દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેમને સતત તાવ આવી રહ્યો છે, અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તેમના જમણા પગમાં ઈન્ફેક્શન (ચેપ) ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો છે, જે આંગળીઓથી લઈને ઘૂંટણ સુધી પહોંચી ગયો છે, અને પગ પર મોટા-મોટા ફોલ્લા પડી ગયા છે.

    રાજેશ શર્માની સ્થિતિ નાજૂક

    સુદીપાના જણાવ્યા અનુસાર, રાજેશ શર્માની તબિયત અંગે હાલ ડોક્ટરો પણ ચોક્કસ કશું કહી શકતા નથી. તેઓ અભિનેતાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે, અને અત્યારે તેમને જોખમથી બહાર કહી શકાય તેમ નથી. ડોક્ટરોને એ વાતની ચિંતા છે કે, જો ઈન્ફેક્શન વધુ ફેલાશે તો લોહી ગંઠાઈ જવાનો (બ્લડ ક્લોટ) ખતરો વધી શકે છે, અને જો આ ક્લોટ ફેફસાં સુધી પહોંચી જાય તો, સ્થિતિ જીવલેણ બની શકે છે. હોસ્પિટલ તરફથી 9 જુલાઈએ તેમની તબિયત અંગે સત્તાવાર મેડિકલ અપડેટ જાહેર કરવામાં આવશે.

    તમને જણાવી દઈએ કે, પ્રભાસ હાલમાં હૈદરાબાદમાં પોતાની ફિલ્મ ‘સ્પિરિટ’નું શૂટિંગ કરી રહ્યા છે, જેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે. આ ફિલ્મમાં તૃપ્તિ ડિમરી મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે, અને રાજેશ શર્મા પણ આ ફિલ્મનો એક મહત્વનો હિસ્સો છે.

    Actor Rajesh Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026
    ખેલ જગત

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026
    મનોરંજન

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026
    મનોરંજન

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026
    મનોરંજન

    Shweta Tiwari ના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

    July 8, 2026
    મનોરંજન

    Actress Esha Gupta એ ઓફ-શોલ્ડર ગાઉનમાં બોલ્ડનેસની હદપાર કરી

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026

    Aamir Khan ત્રીજા લગ્નમાં પત્નીને આપી દુર્લભ માણેકની વીંટી : રાજવી લુક ધરાવતી વીંટી

    July 9, 2026

    ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે Rohit Sharma વહેલાં લંડન પહોંચ્યા

    July 9, 2026

    Wimbledon વાઇલ્ડ કાર્ડ ખેલાડી આર્થર ફેરી સેમિફાઇનલમાં ; કોબોલી બહાર

    July 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાકામાં Allu Arjun સાથે શ્રીલીલા લગભગ કન્ફર્મ

    July 9, 2026

    Sourav Ganguly તરીકે રાજકુમાર રાવનું કાસ્ટિંગ દર્શકો દ્વારા રિજેક્ટ

    July 9, 2026

    મુંબઈમાં ખુશનુમા હવામાનની Salman Khan મજા માણી : ફિટનેસ જોઈને ફેન્સ દંગ

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.