શ્રીલીલા ફિલ્મના સેટ પર આવતીજતી જોવા મળી
પુષ્પા ટુમાં અલ્લુ અર્જુન અને શ્રીલીલાનો ડાન્સ દર્શકોમાં હીટ પુરવાર થયો હતો
Mumbai.તા.09
એટલીની ફિલ્મ ‘રાકા’માં અલ્લુ અર્જુન અને દિપિકા પદુકોણની જોડી પહેલીવાર સાથે કામ કરી છે. હવે ફિલ્મના સેટ પર શ્રીલીલાની આવનજાવન વધી હોવાને કારણે આ ફિલ્મમાં શ્રીલીલા પણ જોડાઇ હોવાની અટકળો તેજ બની છે. બીગ બજેટની આ સાયફાય એક્શન ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
‘પુષ્પા ટુ’માં શ્રીલીલા અને અલ્લુ અર્જુનના ડાન્સે ધમાલ મચાવી દીધી હતી.તાજેતરમાં ફિલ્મના હીરો અલ્લુ અર્જુનના જન્મદિને શુભેચ્છા આપતાં ફિલ્મનું પોસ્ટર શેર કરતાં શાહરૂખ ખાન પણ આ ફિલ્મમાં મહેમાન કળાકાર તરીકે જોવા મળશે તેવી અટકળો પણ ચાલી છે. જો કે ફિલ્મમેકર્સે આ મામલે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. અલ્લુ અર્જુનના જન્મદિને ફિલ્મનું ટાઇટલ અને ફર્સ્ટ લુક પોસ્ટર જારી કરવામાં આવ્યા હતા.
ફિલ્મમાં દીપિકા પદુકોણ મહત્વની ભૂમિકામાં છે. તે ઉપરાંત રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂર પણ મહત્વની ભૂમિકાઓ કરી રહ્યા હોવાની અફવાઓ ચાલી રહી છે.

