(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯
Morbiમાં શાળાએથી પરત સાયકલ લઈને જતા ૧૧ વર્ષના વિદ્યાર્થીની સાયકલને બોલેરો ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં ૧૧ વર્ષના વિદ્યાર્થીને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા તેમજ શરીરે ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના કંડલા બાયપાસ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા મુળુભાઈ આયદાનભાઈ ગોગરાએ બોલેરો જીજે ૦૩ સયું ૬૫૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨ ના રોજ દીકરો માધવ (ઉ.વ.૧૧) વાળો આંબાવાડી સ્કૂલે ગયો હતો અને પત્ની મનીષાબેન તેડવા ગયા હતા બાદમાં પત્નીનો ફોન આવ્યો કે દીકરા માધવનું વિરાટ એક્સપ્રેસ હોટેલ સામે અકસ્માત થયો છે જેથી હોસ્પિટલ ગયા હતા જ્યાં દીકરાની સારવાર ચાલુ હતી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો બનાવ મામલે પત્નીએ જણાવ્યું કે મનીષાબેન અને માધવ બંને શાળાએથી આવતા હતા માધવ તેની સાયકલ ચલાવી આવતો હતો અને કરીયાણા દુકાને વસ્તુ લેવા રોકાયા ત્યારે કંડલા બાયપાસ રોડ પર તૂટેલી ડીવાઈડરમાંથી રોડ ક્રોસ કરતો હતો ત્યારે વાવડી ચોકડી બાજુથી બોલેરો જીજે ૦૩ સયું ૬૫૮૮ વાળીએ ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા માધવને માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા અને શરીરે છોલછાલ થઇ હતી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

