(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯
વિસીપરા વિસ્તારમાં દુધનો વેપાર કરતા યુવાન બાઈક લઈને જતા હતા અને રસ્તામાં એક ઇસમ ગાળો આપતો હોવાથી બાઈક ધીમું કર્યું હતું ત્યારે આરોપીએ યુવાનને કોઈ કારણ વગર હાથમાં પહેરવાના પંચ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
Morbiના મહેન્દ્રપરા ઘાંચી શેરીમાં રહેતા રમેશભાઈ ભોજાભાઈ ટોયટા (ઉ.વ.૩૫) વાળાએ આરોપી સુખદેવસિંગ મંગલસિંગ રાજપૂત રહે મોરબી વિસીપરા ગુલાબનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૭ ના રોજ ફરિયાદી પોતાનું મોટરસાયકલ જીજે ૩૬ એએચ ૩૩૧૬ લઈને બાઈકમાં સાઈડમાં દુધના કેન રાખી રોજની જેમ ગ્રાહકને દૂધ આપવા નીકળ્યો હતો અને વીસીફાટક પહોંચતા ઓળખીતા સરમણ ઓસમાણભાઈ સુમરા રસ્તામાં ઉભા હતા અને બાઈકમાં લઇ જવાનું કહેતા તેને બેસાડ્યા હતા વિસીપરા મેઈન રોડ પર હનુમાનજી મંદિર પાસે પહોંચતા એક વ્યક્તિ ગાળો બોલતો બોલતો આવ્યો હતો જેથી મોટરસાયકલ ધીમું પાડ્યું હતું અને ચાલુ બાઈકે આ ઇસમેં કાઈપણ કહ્યા વગર ડાબા કાનમાં હાથમાં પહેરવાના પંચ જેવું તીક્ષ્ણ હથિયાર મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું
સરમણભાઈએ આ માણસ સુખદેવસિંગ રાજપૂતને શું કામ તું અમને મારે છે કહેતા સુખદેવસિંગ કોઈપણ કારણ વગર બેફામ ગાળો આપવા લાગ્યો હતો માણસો ભેગા થઇ જતા ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો આમ કોઈપણ કારણ વગર આરોપીએ યુવાને પંચ જેવા તીક્ષ્ણ હથિયાર વડે માર મારી ઈજા કરી ગાળો આપી હતી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

