સોમનાથમાં ભક્તિ, સાસણગીરમાં પ્રકૃત્તિનો આનંદ
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૦
ઈન્ડિયન લાયોનેસ ક્લબ જામનગર દ્વારાતા. ૨૭ અને ૨૮ દરમિયાન સાસણગીર પ્રવાસ તેમજ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ધ્વજારોહણનો ભવ્ય પ્રોજેક્ટ યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ક્લબના તમામ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રવાસ અને ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમનું સુંદર આયોજન ક્લબના પ્રમુખ ફાલ્ગુનીબેન વોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ માટે ક્લબના તમામ સભ્યોએ સહયોગ અને ફાળો આપ્યો હતો. ઉપરાંત ઈન્ડિયન લાયન્સ ક્લબ જામનગર સિટીના પ્રમુખ વીરુભાઈ દોશીનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.
પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પાસ્ટ પ્રમુખ હંસાબેન રાવલ, વાઈસ પ્રમુખ નયનાબેન દવે, પ્રોજેક્ટ ડાયરેક્ટર સુવર્ણાબેન નેમાડે, નિસમાબેન પુનાતર, સેક્રેટરી ઉષાબેન ગાંધી, ટ્રેઝરર પ્રજ્ઞાબા રાઠોડ તથા ક્લબના સ્થાપક નિરૂપમાબેન વાગડિયાએ સક્રિય સહકાર આપ્યો હતો. ખાસ કરીને સોમનાથ ખાતે ધ્વજારોહણની સંપૂર્ણ વ્યવસ્થા કરવા બદલ ટ્રેઝરર પ્રજ્ઞાબા રાઠોડનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં પ્રમુખ ફાલ્ગુનીબેન વોરાએ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ હોદ્દેદારો, સભ્યો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.

