(નયના દવે દ્વારા)
Jamnagar તા.9
Jamnagar જિલ્લા ના જામજોધપુર પંથક માં દારૂ નો કેસ નહિ કરવા બાબતે લાંચ માં ઝડપાયેલા બે પોલીસ કર્મચારી ને એક વર્ષ ની કેદ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે. આ કેસ થી બચવા માટે લાંચ ના પૈસા નહિ પરંતુ વાહન મરામત ના ગેરેજ વાળા ના પૈસા આવવાના હોવા.નું પણ ચિત્ર ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી વકીલને દલીલોને ધ્યાનમાં રાખીને આરોપી ને સજા નો હુકમ થયો છે.
જામજોધપુર માં રહેતા અજય મનસુખલાલ સુરેજા તારીખ ૬/૧/૨૦૧૩ ના જામજોધપુર પંથકમાંથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે પોલીસ કર્મચારી નારણભાઈ વિરમભાઈ ગઢવી અને લખુભા ગંભીરસિંહ રાઠોડ એ તેમના બાઇક ની ડેકી ની તલાસી લેતા દારૂ ના બે પાઉચ મળી આવ્યા હતા આથી આ કેસ નહિ કરવા માટે રૂપિયા ૨૦,૦૦૦ ની લાંચ ની રકમ માગણી કરવામાં આવી હતી અને અંતે રૂ.૧૮૦૦૦ માં નક્કી થયું હતું.
જે અંગે લાંચ રુશ્વત વિરોધી શાખા ને ફરિયાદ કરવામાં આવતા તારીખ ૮/૧૨/૨૦૧૩ ના રોજ છટકુ ગોઠવાયું હતું. જેમાં નારણભાઈ એ પૈસા લેવા માટે લખુભા રાઠોડ ને મોકલ્યા હતા .અને તે લાંચ લેતા ઝડપાઈ ગયા હતા.આ પછી લાંચ રુશ્વત વિરોધી શાખા ના પોલીસ સ્ટાફે બંને પોલીસ કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો અને અદાલતમાં ચાર્જ સીટ રજૂ કર્યું હતું.આ અંગે નો કેસ જામનગર સેસન્સ અદાલત માં ચાલી જતા સાત સાહેદો ને તપાસવામાં આવ્યા હતા.અને ૪૦ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હશે. આથી સરકારી વકીલે દલીલ કરી હતી કે ફરિયાદી જો ફરી જાય અથવા સાહદ હોસ્ટાઇલ જાહેર થાય તો પણ તેમની જુબાની ના રિલેવેન્ટ પેરા ને ધ્યાને લઈ શકાય
આ કેસમાં ફરિયાદીએ એમ એમ જણાવ્યું હતું કે પોતાની બાઈક ગેરેજવાળાને રીપેરીંગ માટે આપી હતી જે લેવા જતા રૂ.૧૮૦૦૦ ની ખર્ચ અને મજૂરી ની રકમ માંગણી કરવામાં આવતા અને પોતાની પાસે પૈસા નહિ હોવાથી આ પોલીસ કર્મચારી ની મદદ લીધી હતી . આ પછી પોતાને બાઈક મળી ગયું હતું. જ્યારે ગેરેજ વાળા ને ચૂકવવાના ૧૮૦૦૦ ની રકમ આ પોલીસ કર્મચારી ને ચૂકવવા જતા એ વેળા એ તેને ઝડપી લીધા હતા.
આ ઉલટ તપાસ દરમિયાન ગેરેજ વાળો પણ તે મિકેનિક છે કે કેમ ? સાબિત થઈ શક્યું ન હતું. ફરિયાદી ,આરોપી અને ગેરેજ વાળા એ એક સંપ કરીને આ ખોટી વાર્તા રજૂ કરી છે. તેમ સરકારી વકીલે દલીલો કરી હતી.તમામ દલીલો સાંભળ્યા પછી સેશન્સ જજ એન આર જોશી એ .બંને પોલીસ કર્મચારી ને એક વર્ષ ની કેદ ની સજા અને રૂપિયા ૧૫૦૦૦ ના દંડ નો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે વકીલ દીપક આર ત્રિવેદી રોકાયા હતા.

