(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૧
Morbi તાલુકામાં રાત્રીના સમયે ખેતર-વાડીમાં રહેતા ખેત મજુરોને ટાર્ગૅટ કરી ચોરી/લૂંટના ઈરાદે ધાડ પાડતા અને છરી બતાવી છરીની અણીએ બે મહિલાઓ પર તેના પતિની સામે સામુહિક દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી જે ગુનામાં અગાઉ ત્રણ ઈસમો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને તાત્કાલિક પકડી પાડ્યા હતા જે ગુનામાં મુખ્ય આરોપી ફરાર હતો જેને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે
મોરબી તાલુકા પોલીસ મથકમાં ગત તા. ૦૪ અને ૦૮ જુનના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં રાત્રીના સમયે ખેતરમાં ખેતીકામ કરતા અને ત્યાં જ રહેતા ખેત મજુરોને ટાર્ગૅટ કરીને દેવીપુજક ગેન્ગના પાંચ ઇસમોએ છરી ધોકા સાથે ચોરી/લૂંટ કરવાના ઈરાદે આવી છરીની અણીએ બે મહિલાઓ પર તેના પતિ સામે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું પોલીસે ગુનો નોંધી ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ અને એક કાયદાના સંઘરમાં આવેલ કિશોરને ઝડપી લીધા હતા જે ગુનામાં મુખ્ય આરોપી દિનેશ મધુભાઈ જખાણીયા રહે માથક તા. હળવદ વાળો ફરાર હતો જેને ઝડપી લેવા એલસીબી ટીમે તપાસ ચલાવી હતી
તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી દિનેશ જખાનીયા ધ્રોલથી ભાદરા પાટિયા થઈને આમરણ તરફ આવવાનો છે જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે વોચ ગોઠવી હતી અને ઈસમને ઝડપી લઈને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને મોટરસાયકલ કીમત રૂ ૧૫ હજાર સહીત કુલ રૂ ૨૦ હજારનો મુદામાલ કબજે લીધો છે ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે આરોપી વિરુદ્ધ વાંકાનેર, ધ્રાંગધ્રા, મોરબી તાલુકા પોલીસ મથકમાં દુષ્કર્મ સહિતના ચાર ગુના નોંધાઈ ચુક્યા છે

