Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
    • Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
    • Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
    • ઓક્ટોબર ૧૬ – World Food Day
    • Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026Updated:July 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૫

    Rajkot મહાનગરપાલિકાની સફાઈ કામગીરીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ કામદાર યુનિયન દ્વારા કરવામાં આવેલી આરટીઆઇ બાદ સફાઈ કામદારોના કામના વિસ્તારને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયનનો દાવો છે કે શહેરમાં કેટલાક સફાઈ કામદારો પાસેથી નિયમ કરતાં અનેક ગણું વધુ કામ લેવામાં આવી રહ્યું છે.

    માહિતી અધિકાર હેઠળ મળેલા જવાબમાં મનપાએ જણાવ્યું હતું કે, સરકારના નિયમ મુજબ એક સફાઈ કામદારને ૨૫૦ થી ૭૫૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરવાની હોય છે. આ નિયમ કાયમી, કોન્ટ્રાક્ટ તેમજ મિત્ર મંડળ હેઠળના તમામ સફાઈ કામદારો માટે લાગુ પડે છે.

    જોકે, રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાના જણાવ્યા મુજબ,આરટીઆઇ બાદ જમીની હકીકત જાણવા માટે વોર્ડ નંબર ૧૧ના નાનામવા વિસ્તાર તેમજ વોર્ડ નંબર ૯ના કેટલાક વિસ્તારોમાં રોડોમીટરથી પ્રત્યક્ષ માપણી કરવામાં આવી હતી. જેમાં કેટલાક સ્થળોએ એક જ કામદાર પાસે ૧૦૦૦ મીટરથી લઈને ૨૦૦૦ મીટર સુધીના વિસ્તારની સફાઈ કરાવવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    યુનિયનનો આક્ષેપ છે કે નિયમ કરતાં વધુ વિસ્તારની સફાઈ કરાવીને કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ એક વ્યક્તિ પાસે બે કે ત્રણ વ્યક્તિ જેટલું કામ કરાવીને કોન્ટ્રાક્ટર અને જવાબદાર તંત્ર દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

    કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ જણાવ્યું કે, સફાઈ કામદારો પહેલેથી જ ભારે શારીરિક મહેનત કરે છે, તેમ છતાં તેમની પાસે નિયમ બહારનું કામ લેવામાં આવી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે રાજકોટ શહેરમાં તમામ કાયમી, કોન્ટ્રાક્ટ અને મિત્ર મંડળના સફાઈ કામદારોના વિસ્તારોની ફરીથી સત્તાવાર માપણી કરવામાં આવે અને નિયમ મુજબ વિસ્તાર ફાળવવામાં આવે.

    યુનિયને આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં મનપા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન અને કાયદાકીય લડત કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. બીજી તરફ રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ શાખાના અધિકારી પ્રજેશભાઈ સોલંકીએ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, દરેક સફાઈ કામદારને સરેરાશ ૫૫૦ મીટર આસપાસનો વિસ્તાર આપવામાં આવ્યો છે.

    તેમના જણાવ્યા પ્રમાણે, યુનિયન દ્વારા કરવામાં આવેલી માપણીની પદ્ધતિમાં ભૂલ છે. સફાઈ વિસ્તારની માપણી એક તરફથી કરવાની હોય છે, જ્યારે યુનિયન દ્વારા બંને તરફથી માપણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. મનપા અધિકારીએ વધુમાં કહ્યું કે, શહેરમાં સફાઈ કામગીરી નિયમો અનુસાર જ ચાલી રહી છે અને કોઈપણ કામદાર પાસેથી ગેરકાયદેસર રીતે વધારાનું કામ લેવામાં આવતું નથી. જોકે, સમગ્ર મામલે ફરી તપાસ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. હાલ રાજકોટમાં સફાઈ કામગીરીને લઈને યુનિયનના આક્ષેપો અને મનપાના જવાબ વચ્ચે વિવાદ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં આ મામલે મનપા શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા
    Next Article Anandમાં નશાની હાલતમાં PI ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝને રચ્યો ઇતિહાસ, એક જ હરાજીમાં ૭.૦૯ કરોડના સ્ક્રેપનું રેકોર્ડ વેચાણ

    October 15, 2026
    રાજકોટ

    Rajkot: પાંચમાં માળેથી ફેંકી દીકરીને મારનાર કળયુગી માતા પકડાઈ

    October 15, 2026
    રાજકોટ

    Rajkot: ચકચારી ‘તન્વી’ લૂંટ અને હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

    October 15, 2026
    રાજકોટ

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,200
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,330
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 13:23
    Categories
    Latest News

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026

    આજનું રાશિફળ

    October 15, 2026

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Search
    Main News

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026

    કોર્ટે મુખ્ય Election Commissioner જ્ઞાનેશ કુમાર અને બંને ચૂંટણી કમિશનરોને નોટિસ જારી કરી: કોઈ પણ કોર્ટને ડરાવી શકે નહીં

    October 15, 2026

    Imran Khanએ ૨૮ ઓક્ટોબર સુધીમાં છોડવું પડશે ભારત

    October 15, 2026

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા

    October 16, 2026

    Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!

    October 15, 2026

    આજનું પંચાંગ

    October 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.